કંબોડિયા જેને પહલે કંપૂચિયા ના નામે ઓળખવામાં આવતો હતો અગ્નિ એશિયામાં આવેલો એક દેશ છે. નામપેન્હ આ રાજતંત્રીય દેશનું સૌથી મોટું શહેર તથા રાજધાની છે. કંબોડિયાનો આવિર્ભાવ એક સમયે ખૂબ શક્તિશાળી રહેલા હિંદુ તથા બૌદ્ધ ખ્મેર સામ્રાજ્યથી થયો હતો, જેણે અગિયારમીથી ચૌદમી સદી વચ્ચે પૂરા હિન્દ ચીન ક્ષેત્ર પર શાસન કર્યું હતું.