કેનેડા એક ઉત્તર અમેરિકન દેશ છે. વિસ્તારમાં તે દુનિયામાં બીજા ક્રમે આવે છે. તે ખંડના ઉત્તર ભાગમાં સ્થિત છે, અને પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાંથી પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સુધી વિસ્તરેલ છે અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર સુધી તે વિસ્તરેલો છે. કેનેડાની દક્ષિણે તથા પશ્ચિમે યુ.એસ.એ. આવેલ છે. યુરોપીઅન પ્રજાના આગમન પહેલા ઘણા વર્ષોથી મૂળ નિવાસી…
કેનેડા એક ઉત્તર અમેરિકન દેશ છે. વિસ્તારમાં તે દુનિયામાં બીજા ક્રમે આવે છે. તે ખંડના ઉત્તર ભાગમાં સ્થિત છે, અને પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાંથી પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સુધી વિસ્તરેલ છે અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર સુધી તે વિસ્તરેલો છે. કેનેડાની દક્ષિણે તથા પશ્ચિમે યુ.એસ.એ. આવેલ છે. યુરોપીઅન પ્રજાના આગમન પહેલા ઘણા વર્ષોથી મૂળ નિવાસીઓ વસતા હતા, જેઓ હવે નેટિવ ઇન્ડિયન કે ફર્સ્ટ નેશનથી ઓળખાય છે. સોળમી અને સત્તરમી સદીમાં યુરોપીઅન વંશના લોકોએ લગભગ સમગ્ર દેશ કબ્જે કરીને વસવાટ કર્યો હતો.
રાજધાની: ઓટાવા
સૌથી મોટું શહેર: ટોરેન્ટો
અધિકૃત ભાષાઓ: અંગ્રેજી · ફ્રેંચ
લોકોની ઓળખ: કેનેડિયન
સરકાર: Federal parliamentary · constitutional monarchy