ક્વીન્સલેન્ડએ ઑસ્ટ્રેલિયાનું એક રાજ્ય છે જે તળ ખંડના ઉત્તર-પૂર્વ ભાગને આવરે છે. તેની સરહદ તરીકે પશ્ચિમે ઉત્તરીય પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમ બાજુ દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ તરફ ન્યૂ સાઉથ વેલ્સ આવેલ છે. ક્વીન્સલેન્ડના પૂર્વ ભાગ તરફની સરહદ પર કોરલ સી અને પેસિફીક ઓસન છે. તે પશ્ચિમ ઑસ્ટ્રેલિયા બાદ વિસ્તારની દ્રષ્ટિએ ઑસ્…
ક્વીન્સલેન્ડએ ઑસ્ટ્રેલિયાનું એક રાજ્ય છે જે તળ ખંડના ઉત્તર-પૂર્વ ભાગને આવરે છે. તેની સરહદ તરીકે પશ્ચિમે ઉત્તરીય પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમ બાજુ દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ તરફ ન્યૂ સાઉથ વેલ્સ આવેલ છે. ક્વીન્સલેન્ડના પૂર્વ ભાગ તરફની સરહદ પર કોરલ સી અને પેસિફીક ઓસન છે. તે પશ્ચિમ ઑસ્ટ્રેલિયા બાદ વિસ્તારની દ્રષ્ટિએ ઑસ્ટ્રેલિયાનું બીજા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે, અને ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરિયા બાદ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું ત્રીજા ક્રમનું રાજ્ય છે.